સાચો પ્રેમ શું છે? | સચ્ચા પ્યાર કી પરિભાષા અને અનુભૂતિ
અત્યારની આ ભાગદોડ વાળી જિંદગીમાં આપણે બધા ક્યાંક ને ક્યાંક ‘પ્રેમ’ શબ્દ સાંભળીએ છીએ. કોઈકના સ્ટેટસમાં, કોઈકની રીલ્સમાં તો કોઈકની શાયરીઓમાં. પણ શું ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે કે ખરેખર સાચો પ્રેમ શું છે? (What is True Love?)આજે કોઈ દેખાવ જોઈને આકર્ષાય છે, તો કોઈ જરૂરિયાત પૂરી કરવા પ્રેમનો સહારો લે છે. પણ હૃદયની સાચી વાત તો એ છે કે પ્રેમ ચહેરાથી નહીં, પણ આત્માથી થાય છે.
૧. દેખાવ નહીં, પણ દિલનું કનેક્શનજ્યારે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો, ત્યારે સમય જતાં એનો ચહેરો કે દેખાવ ગૌણ બની જાય છે. સાચો પ્રેમ એ છે કે જ્યારે સામેવાળી વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાં હોય, ગુસ્સામાં હોય, થાકેલી હોય કે ઉદાસ હોય, તો પણ તમને એના પ્રત્યેની લાગણી ઓછી ન થાય."જગત આખું નસીબની રેખાઓ હાથમાં શોધતું રહ્યું, અને મેં મારા ભાગ્યને તારા સાથમાં શોધી લીધું..."
૨. એકબીજાના સપનાઓને પોતાના બનાવવાપ્રેમ એટલે ફક્ત હાથમાં હાથ પરોવીને ફરવું એવું નથી. સાચો પ્રેમ એ છે જ્યાં બે વ્યક્તિ એકબીજાની હિંમત બને છે. જો તમારો પાર્ટનર પોતાના દમ પર લાઈફમાં કંઈક મેળવવા માંગે છે, પોતાના દમ પર ઘર બનાવવા માંગે છે, તો એ સપનામાં એની સાથે ખભે-ખભા મિલાવીને ઊભા રહેવું એ જ સાચો પ્રેમ છે. એકબીજાની સફળતા માટે રાત-દિવસ એક કરવાની પ્રેરણા ક્યાંક ને ક્યાંક આ સાચી લાગણીમાંથી જ આવે છે.
૩. શબ્દો વગર બધું સમજી જવુંકહેવાય છે ને કે જ્યારે પ્રેમ ઊંડો હોય, ત્યારે વગર બોલ્યે પણ સામેવાળી વ્યક્તિના મનની વાત સમજી શકાય છે. એ ક્યારે ટેન્શનમાં છે, ક્યારે એને તમારા સપોર્ટની જરૂર છે, એ એના અવાજ પરથી ખબર પડી જાય છે.હાલના સમયમાં જ્યાં લોકો નાની-નાની વાતોમાં સંબંધો તોડી નાખે છે, ત્યાં કોઈ એક વ્યક્તિને પોતાના ભવિષ્યના જીવનસાથી (Future Wife/Husband) માનીને એના માટે મહેનત કરવી એ આજના જમાનાનો સૌથી પવિત્ર પ્રેમ છે.
૪. સાચા પ્રેમની સાચી ઓળખ (Conclusion)છેલ્લે તો બસ એટલું જ કે, જો તમારી પાસે કોઈ એવી વ્યક્તિ છે જેની સાથે તમે તમારા મનની હરેક વાત શેર કરી શકો છો, જેમના વગર હવે જીવન જીવવું અશક્ય લાગે છે, તો તમે દુનિયાના સૌથી નસીબદાર માણસ છો. ભગવાન ભલે બધું છીનવી લે, પણ જો એ એક ખાસ વ્યક્તિનો સાથ તમારી સાથે છે, તો તમે જિંદગીની કોઈ પણ જંગ જીતી શકો છો.તમારા હૃદયની વાત કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો કે તમારા મતે પ્રેમની વ્યાખ્યા શું છે?
રોજ આવી હૃદયની વાતો વાંચવા માટે અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો @Hriday_ni_vaato

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો